Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 2:3 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 2:3 · ગુજરાતી બાઇબલ

યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું.

Cross references

ઊત્પત્તિ 38:2

ત્યાં તેમને એક કનાની સ્ત્રી મળી. અને તે સ્ત્રી સાથે તેમણે લગ્ન કરી લીધા. તે સ્ત્રીનું નામ શૂઆ હતું.

ઊત્પત્તિ 38:3

તે સ્ત્રી ગર્ભવતી થઈ, ને તેણે એક પુત્રને જન્મ આપ્યો; અને યહૂદાએ તેનું નામ એર પાડયું.

ઊત્પત્તિ 38:4

ફરીથી તેણે ગર્ભ ધારણ કર્યો અને પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડયું.

ઊત્પત્તિ 38:5

અને ફરી તેને એક પુત્ર જન્મ્યો જેનું નામ તેણે શેલાહ પાડયું. જયારે તેનો જન્મ થયો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

ઊત્પત્તિ 38:7

યહોવાએ યહૂદાના મોટા પુત્રને માંરી નાખ્યો કારણ કે તેની દૃષ્ટિમાં તે ભૂંડો હતો.

ઊત્પત્તિ 38:10

આ રીતે તે જે કરતો તે યહોવાની દૃષ્ટિમાં ભૂડું હતું. તેથી તેણે તેનું પણ મોંત નિપજાવ્યું.

ઊત્પત્તિ 46:12

અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.

ગણના 26:19

યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

1 કાળવ્રત્તાંત 4:21

યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો;

1 કાળવ્રત્તાંત 9:5

બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો.

Interlinear

Choose Theme