યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.
Cross references
એ દિવસો દરમ્યાન યહૂદાએ પોતાના ભાઈઓને છોડી દીધા અને અદુલ્લામ નગરના વતની હીરાહ નામના વ્યકિત સાથે રહેવા ગયા.
તે સ્ત્રી ગર્ભવતી થઈ, ને તેણે એક પુત્રને જન્મ આપ્યો; અને યહૂદાએ તેનું નામ એર પાડયું.
ફરીથી તેણે ગર્ભ ધારણ કર્યો અને પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડયું.
અને ફરી તેને એક પુત્ર જન્મ્યો જેનું નામ તેણે શેલાહ પાડયું. જયારે તેનો જન્મ થયો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.
યહોવાએ યહૂદાના મોટા પુત્રને માંરી નાખ્યો કારણ કે તેની દૃષ્ટિમાં તે ભૂંડો હતો.
અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.
યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું.
યહૂદાના પુત્રો: પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ.