યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો;
Cross references
અને ફરી તેને એક પુત્ર જન્મ્યો જેનું નામ તેણે શેલાહ પાડયું. જયારે તેનો જન્મ થયો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.
અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.
યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:શેલાથી શેલાનીઓનું કુટુંબ.પેરેસથી પેરેસીઓનું કુટુંબ.ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.
કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ 9નગરો હતા.
યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું.
બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો.
અને માઅસેયા (માઅસેયાને બારૂખનો પુત્ર, બારૂખ કોલહોઝેહનો, કોલહોઝેહ હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો, ઝખાર્યા શીલોનીનો.)
પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નિરાશ થશે.