Home Bibles 1 રાજઓ 16:34 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 16:34 · ગુજરાતી બાઇબલ

તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.

Cross references

યહોશુઆ 6:26

તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે: “જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ. જે કોઈ શહેરનો પાયો નાખશે તે એનો વડો પુત્ર ગુમાંવશે. અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”

યહોશુઆ 23:14

“હું મૃત્યુ પામવા પર છું. તેથી તમાંરે બધાએ જાણવું અને સમજવું જોઈએ, તમાંરી બધી માંનસિક અને આધ્યાત્મિક ક્ષમતા સાથે કે યહોવાએ જે બધા સારાઁ વચનો જે તમને આપ્યાં હતાં તે તેણે પાળ્યાં છે, અને તે બધા સાચા પડ્યાં છે. તેમાંનું કોઈ પણ નકામું નથી ગયું.

2 શમએલ 10:5

જયારે દાઉદે આ વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”

ઝખાર્યા 1:5

“તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે?

માથ્થી 24:35

આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

Interlinear

Choose Theme