ઇસ્સાખારના 200 આગેવાનો, જેઓ ઇસ્રાએલે ક્યારે અને કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં કુશળ હતા. અને તેમના હાથ નીચેના બધા સગાવહાલા.
Cross references
“ઈસ્સાખાર બળવાન ગધેડો છે, પણ ઘેટાંઓના વાડામાં જઈને તે આરામથી બેઠો છે.
એ મહાન પ્રતાપી બળદના જેવો છે, એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે, જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે. એફાઈમના અસંખ્ય યોદ્વાઓ અને મનાશ્શાના હજારો યોદ્વાઓ એના શિંગડાં છે.”
દાઉદ રાજાના સમયમાં તેઓનાં કુટુંબોમાંથી 36,000 યોદ્વાઓ સૈન્યમાં હતા; કારણ કે, આ પાંચ આગેવાનોને ઘણી પત્નીઓ હતી અને ઘણાં પુત્રો હતા.
તેથી રાજાએ બુદ્ધિમાન માણસોની કાનૂની નિષ્ણાંતોની અને હાલના વિષયોમાં જાણકારોની સલાહ લીધી, કારણ, રાજા માટે કાનૂન અને વ્યવસ્થાના નિષ્ણાતોની સલાહ લેવાનો ત્યારે રિવાજ હતો.
ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાગેર્ દોરે છે.
શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે.
દશ અમલદારો નગરમાં હોય તેનાં કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શકિતશાળી બનાવે છે.
યુદ્ધશસ્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક જ પાપી માણસ ઘણા સારા લોકોનો નાશ કરી શકે છે.
વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા,
તે પોતાની પ્રજાને સ્થિરતા આપશે. તારણ, ડહાપણ અને જ્ઞાન આપશે. યહોવાનો ભય સિયોનની પ્રજાનો ખજાનો છે.
યરૂશાલેમના સર્વ રહેવાસીઓને યહોવા બોલાવે છે; જેઓ ખરેખર શાણા છે તે તમારા નામથી બીશે. સજાના દંડ ઉપર અને તેની નિમણૂંક કરનાર ઉપર ધ્યાન આપો.
અને સુર્યોદય સમયે આકાશ લાલ અને ઘેરાયેલું હોય તો તમે કહેશો કે આજે હવામાન તોફાની હશે. તમે આકાશના ચિન્હો સમાજી શકો છો ખરા,પણ વતૅમાન સમયના ચિન્હો તમે પારખી શકતા નથી. આજની દુષ્ટ અને વ્યભિચારી પ્રજા પરાક્રમોની એંધાણી માગે છે.
ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?
તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો.