Home Bibles 1 કાળવ્રત્તાંત 12:31 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:31 · ગુજરાતી બાઇબલ

મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા:

Cross references

પુનર્નિયમ 33:17

એ મહાન પ્રતાપી બળદના જેવો છે, એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે, જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે. એફાઈમના અસંખ્ય યોદ્વાઓ અને મનાશ્શાના હજારો યોદ્વાઓ એના શિંગડાં છે.”

યહોશુઆ 17:1

મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.

Interlinear

Choose Theme