દશ અમલદારો નગરમાં હોય તેનાં કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શકિતશાળી બનાવે છે.
Cross references
ત્યારે શહેરની એક ચતુર સ્ત્રીએ કોટ ઉપર ઊભા રહીને બૂમ પૅંડીને કહ્યું, “સાંભળો, સાંભળો યોઆબને કહો કે અહીં આવે, માંરે તેની સૅંથે વાત કરવી છે.”
પદ્ધી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ અને તેમને સમજાવ્યાં. તેમણે શેબાનું માંથું કાપી નાખ્યું અને કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પદ્ધી તેણે રણશિંગડું ફૂંકાવ્યું અને આખા લશ્કરે ઘેરો ઉઠાવી લધો, અને સૌ પોતપોતાને ઘેર પાછા ગયા, પદ્ધી યોઆબ રાજા પાસે પાછો યરૂશાલેમ ગયો.
મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે. મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
જ્ઞાની વ્યકિત લડવૈયાથી ભરેલા નગર પર હુમલો કરીને જે કિલ્લાનો તેમને આધાર છે તેની ઉપર આક્રમણ કરી શકે છે.
શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે.
વળી માણસોના વ્યવહારમાં મેં એક બીજી જ્ઞાનની બાબત જોઇ અને મારા ઉપર તેની ઉંડી અસર થઇ.
હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઇ સાંભળતું નથી.
યુદ્ધશસ્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક જ પાપી માણસ ઘણા સારા લોકોનો નાશ કરી શકે છે.
જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ;