Home લેવીય 17 · ગુજરાતી બાઇબલ

લેવીય

Chapter 17

ગુજરાતી બાઇબલ
1યહોવાએ મૂસાને કહ્યું,
2“તું હારુનને તેના પુત્રોને તેમજ બધા ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ: યહોવાએ આ મુજબ જણાવ્યું છે.
3જો કોઈ ઇસ્રાએલી પહેલા મુલાકાતમંડપનાં પ્રવેશદ્વાર એટલે કે યહોવાના પવિત્ર મંડપ આગળ બળદ,
4હલવાન અથવા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે, તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે; તેને સમાંજમાંથી જુદો કરવો.
5આ નિમય આપવામાં આવ્યો જેથી ઇસ્રાએલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓએ તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવાં,
6અને યાજકે અર્પણનું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યહોવાની વેદી પર છાંટવું અને ચરબી વેદીમાં હોમી દેવી. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
7તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે.
8“જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે રહેતો વિદેશી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાને ધરાવ્યા વગર દહનાર્પણ કે બીજો કોઈ યજ્ઞ ચઢાવે,
9તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
10“અને જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે, તો હું (દેવ) તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ. કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે.
11કારણ કે શરીરનો જીવ લોહીમાં છે અને મેં તમને તે લોહીને વેદી પર રેડવાના કાયદા આપ્યા છે. આ તમાંરે પોતાની શુદ્ધિ માંટે કરવાનું છે. તમાંરે તે લોહી મને જીવની કિંમત તરીકે આપવાનું છે.
12ઇસ્રાએલના લોકોને આપવામાં આવેલી આ આજ્ઞા પાછળનું કારણ એ છે કે તે લોકો કે તેઓમાં વસતો કોઈ વિદેશી લોહીનો ખોરાકમાં ઉપયોગ ન કરે.
13“જે કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી ખાદ્ય પક્ષીનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું લોહી વહી જવા દેવું. અને તેના પર માંટી ઢાંકી દેવી.
14કારણ કે લોહીમાં તેનો જીવ છે, તેથી જ મેં ઇસ્રાએલની પ્રજાને કહ્યું છે કે કદાપિ રકત ખાવું નહિ, કેમકે દરેક પ્રાણી અને પક્ષીનો જીવ તેના લોહીમાં છે, તેથી જો કોઈ ખાય તો તેનો સામાંજિક બહિષ્કાર કરવો જોઈએ.
15“જે કોઈ ઇસ્રાએલી કે વિદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલું અથવા જંગલી પ્રાણીઓ માંરી નાખેલું પ્રાણી ખાય તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય તેથી કશાને અડવું નહિ.
16પછીથી જ તે શુદ્ધ જાહેર થશે, જો તે પોતાનાં વસ્ત્રો ધોઈ ન નાખે અને સ્નાન ન કરે, તો તેનું પરિણામ તેને માંથે, તેને પાપની સજા ભોગવવી પડે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme