Home રૂત 2 · ગુજરાતી બાઇબલ

રૂત

Chapter 2

ગુજરાતી બાઇબલ
1બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો.
2એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.”
3નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.
4તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”
5પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”
6તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે.
7આજે સવારે એણે મને પૂછયું કે; “હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”
8બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે.
9એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.”
10આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”
11બોઆઝે જવાબ આપ્યો, મે સાંભળ્યું છે કે, “તારા પતિના ગુજરી ગયા પછી તે તારા વતન મોઆબને અને માંબાપને છોડ્યા,અને તારી સાસુ સાથે આ દેશમાં આવી છે અને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું રહેવા આવી છે.
12યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”
13રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”
14બપોરે જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવ, સરકામાં બોળીને થોડો રોટલો ખાઈ લે.”આથી તે લણનારાઓ ભેગી બેઠી અને બોઆઝે તેને પોંક આપ્યા. તેણે ધરાઈને ખાધું ને તેમાંથી થોડો પોંક વધ્યો.
15ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ.
16પૂળામાંથી પણ થોડાં કણસલાં ખેંચી કાઢી બહાર રહેવા દેજો, જેથી એ વીણી લઈ શકે. એને ઠપકો ન આપશો.”
17આ રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કામ કર્યું, પછી વીણેલાં કણસલાં મસળીને તેણે દાણા કાઢયા તો આશરે એક એફાહ બરાબર 50 રતલ જવ થયા.
18તે લઈને તે ગામમાં ગઈ, અને પોતે જે ભેગું કર્યુ હતું તે સાસુને બતાવ્યું. પછી ખાતાં જે વધ્યું હતું તે કાઢીને સાસુને આપ્યું.
19તેની સાસુએ તેને પૂછયું, “આ બધા દાણા તેં ક્યાંથી ભેગા કર્યા? અને તેં ક્યાં કામ કર્યું? તારું ધ્યાન રાખનાર માંણસને આશીર્વાદ આપજે.”તેણીએ કહ્યું કે, “આજે મેં બોઆઝ નામના એક માંણસના ખેતરમાં કામ કર્યું.”
20નાઓમીએ કહ્યું, “બોઆઝ આપણો સંબંધી છે. એ આપણા રક્ષણ કરનારાઓમાંથી એક છે તે આપણો નજીકનો સગો છે.” દેવના આશીર્વાદ એના પર રહે કારણકે એમણે જીવીત અને મૃત પામેલા પર પણ હંમેશા દયા દાખવી છે.”
21એટલે રૂથે કહ્યું, “તેમણે મને લણણી પૂરી થાય ત્યાં સુધી તેના માંણસોની પાછળ પાછળ જવા કહ્યું છે.”
22નાઓમીએ કહ્યું, “માંરી દીકરી, એ તો બહુ સારું , તું બીજા ખેતરમાં જાય અને તને કોઈ હેરાન કરે તેના કરતાં એના માંણસો સાથે રહેવું એ વધું સારું છે.”
23આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme