Home ગણના 34 · ગુજરાતી બાઇબલ

ગણના

Chapter 34

ગુજરાતી બાઇબલ
1યહોવાએ મૂસાને કહ્યું,
2“ઇસ્રાએલીઓને તું આ પ્રમાંણે આજ્ઞા કર: હવે તમે કનાનના પ્રદેશમાં દાખલ થશો, તમાંરા તાબામાં આવનાર એ પ્રદેશની સરહદ આ પ્રમાંણે છે:
3એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.
4એની દક્ષિણની સરહદ પૂર્વમાં મૃત સમુદ્રના છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમ ઘાટ સુધી જઈ સીનમાં થઈને દક્ષિણમાં કાદેશ-બાર્નેઆ સુધી જાય છે.
5ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે.
6ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે.
7તમાંરી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે.
8ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે.
9ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે.
10તમાંરી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શક્રામ જશે.
11શક્રામથી એ આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ થઈ નીચે ઊતરી કિન્નેરેથના સરોવરના પૂર્વ કિનારે પહોંચશે.
12ત્યાંથી એ સરહદ યર્દનને કિનારે આગળ વધી મૃત સમુદ્ર આગળ પૂરી થશે. આ થઈ તમાંરા દેશની ચારે દિશાની સરહદો.”
13મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે.
14રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
15યરીખોની સામે યર્દન નદીની પૂર્વ તરફનો પ્રદેશ તેઓને આપ્યો છે.”
16યહોવાએ મૂસાને કહ્યું,
17“નીચેના માંણસો તને જમીનની વહેંચણીમાં મદદ કરશે; યાજક એલઆઝાર અને નૂનનો પુત્ર યહોશુઆ.
18ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો.
19એમનાં નામ આ પ્રમાંણે છે:યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ,
20શિમયોનના કુળસમૂહમાંથી આમ્મીહુદનો પુત્ર શિમયોન.
21બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.
22દાનના કુળસમૂહમાંથી યોગ્લીનો પુત્ર બુક્કી,
23યૂસફના વંશજ મનાશ્શાના કુળસમૂહમાંથી એફોદનો પુત્ર હાન્નીએલ
24એફ્રાઈમના કુળસમૂહમાંથી શિફાટાનનો પુત્ર કમુએલ,
25ઝબુલોનના કુળસમૂહમાંથી પાર્નાખનો પુત્ર અલીસાફાન.
26ઈસ્સાખારના કુળસમૂહમાંથી અઝઝાનનો પુત્ર પાલ્ટીએલ.
27આશેરના કુલસમૂહમાંથી શલોમીનો પુત્ર આહીહૂદ,
28નફતાલીના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ.”
29કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme