Home Bibles ઝખાર્યા 4:1 · ગુજરાતી બાઇબલ
ઝખાર્યા 4:1 · ગુજરાતી બાઇબલ

પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો.

Cross references

1 રાજઓ 19:5

પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,”

ચર્મિયા 31:26

ત્યારબાદ યમિર્યા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.”

દારિયેલ 8:18

એ જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર મૂછિર્ત થઇને પડ્યો હતો, પણ તેણે મને પકડીને હું જ્યાં પડ્યો હતો ત્યાં ઊભો કર્યો.

દારિયેલ 10:8

હું ત્યાં એકલો સંદર્શન જોતો ઊભો રહ્યો. મેં આ અદ્ભૂત સંદર્શન જોયું ત્યારે મારી શકિત જતી રહી અને હું ભયને કારણે નબળો અને ફિક્કો પડી ગયો.

ઝખાર્યા 1:9

“આ શું છે, મારા યહોવા?”એટલે તે દેવદૂતે મને કહ્યું,”એ શું છે એ હું તને જણાવીશ.”

ઝખાર્યા 1:13

ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ મમતા અને આશ્વાસનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો,

ઝખાર્યા 1:19

એટલે મારી સાથે વાત કરી રહેલા દેવદૂતને મેં પૂછયું, “આ શું છે?”તેણે મને જવાબ આપ્યો, “એ તો યહૂદિયા, ઇસ્રાએલ અને યરૂશાલેમના લોકોને વેરવિખેર કરી નાંખનાર શિંગડાં છે.”

ઝખાર્યા 2:3

પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો.

ઝખાર્યા 3:6

ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,

લૂક 9:32

પિતર અને બીજા ઘસઘસાટ ઊંઘતા હતા. પણ તેઓ જાગી ઊઠ્યા અને ઈસુનો મહિમા જોયો. તેઓએ ઈસુ સાથે ઊભેલા બે માણસોને પણ જોયા.

લૂક 22:45

જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા)

Interlinear

Choose Theme