Home Bibles દારિયેલ 10:8 · ગુજરાતી બાઇબલ
દારિયેલ 10:8 · ગુજરાતી બાઇબલ

હું ત્યાં એકલો સંદર્શન જોતો ઊભો રહ્યો. મેં આ અદ્ભૂત સંદર્શન જોયું ત્યારે મારી શકિત જતી રહી અને હું ભયને કારણે નબળો અને ફિક્કો પડી ગયો.

Cross references

ઊત્પત્તિ 32:24

યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી.

ઊત્પત્તિ 32:31

જેવો તે પનુએલ આગળથી પસાર થયો કે, તરત જ સૂર્યોદય થયો. યાકૂબ પોતાના પગને કારણે લંગડો ચાલતો હતો.

નિર્ગમન 3:3

તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”

દારિયેલ 7:28

“અહીં એ સંદર્શનના વર્ણનનો અંત આવે છે. હું, દાનિયેલ, આ બધા વિચારોથી ખૂબ ફિક્કો અને ભયભીત થઇ ગયો. પણ મેં જે જોયું હતું, તે મેં કોઇને પણ કહ્યું નહિ, હૃદયમાં જ સંઘરી રાખ્યું.”

દારિયેલ 8:7

મેં તેને મેંઢાની પાસે આવતો જોયો. તે મેંઢા પર ક્રોધે ભરાયો હતો. તેણે પૂરા બળથી મેંઢા ઉપર હુમલો કર્યો અને તેના બંને શિંગડાં ભાંગી નાખ્યાં. મેંઢો બિલકુલ લાચાર બની ગયો. બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને પગ તળે કચડી નાખ્યો, કેમકે તેને બકરાથી બચાવનાર કોઇ જ ન હતું.

દારિયેલ 8:27

પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂછિર્ત થઇ ગયો અને ઘણા દિવસો બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજા પ્રત્યેની મારી ફરજો બજાવવા લાગ્યો; પરંતુ એ સંદર્શનથી હું અચંબો પામ્યો, અને હું તે સંદર્શન સમજી શકતો ન હતો.

હબાક્કુક 3:16

એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું; મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે, મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે, પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.

માથ્થી 17:6

તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા.

માર્ક 9:6

પિતરે શું કહેવું તે જાણતો ન હતો. કારણ કે તે અને બીજા બે શિષ્યો બહુ બીધા હતા.

યોહાન 16:32

ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.

2 કરિંથીઓને 12:2

હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે.

2 કરિંથીઓને 12:7

પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યામને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો.

પ્રકટીકરણ 1:17

જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું.

Interlinear

Choose Theme