હે સરૂના વૃક્ષ, વિલાપ કરો, કારણ, દેવદારવૃક્ષ પડી ગયું છે અને મજબૂત વૃક્ષો ઊંચકીને લઇ જવામાં આવશે. બાશાનનાઁ ઓકવૃક્ષો વિલાપ કરો, કારણ, ગાઢ જંગલ ખાલી થઇ ગયું છે!
Cross references
કારણ, સૈન્યોનો દેવ યહોવાએ જે કઇં ગવિર્ષ્ઠ અને અભિમાની છે, જે કઇં ઊંચુ છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે.
લબાનોનનાં ઊંચાં દેવદાર અને બાશાનનાં મજબૂત એલોનવૃક્ષોને નીચાં નમાવવામાં આવશે.
પરંતુ અમારા માલિક સૈન્યોનો પ્રભુ યહોવા, ફટકા સાથે કોઇ વૃક્ષની ડાળીઓની જેમ તેમને કાપી નાખશે; તે ઊંચા, મજબૂત ઝાડોને કાપી નાખશે અને તેને જમીન પર ફેંકી દેશે;
પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે.
“હે મનુષ્યના પુત્ર, તું દક્ષિણ તરફ જો અને નેગેબના જંગલો તરફ જોઇને ભવિષ્ય ભાખ.
“હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે: “‘તારા જેવો મહાન અને વૈભવી બીજો કોણ છે?
તેની છાયામાં વસતી બધી પ્રજાઓ પણ, પહેલા જેઓ કપાઇ ગયા હતા તેમની વચ્ચે શેઓલમાં પહોંચી જશે.
સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા “મુખ્ય” રાષ્ટના નામાંકિત માણસો જેઓ પાસે “ઇસ્રાએલના લોકો” આવે છે. કેવી ત્રાસજનક તમારી દશા થશે! દુર્ભાગ્ય તમારું!
શું તું તેના-આમોનનગર કરતાં પણ ચડિયાતી છે, જે નીલ નદીને કાંઠે વસેલું હતું. જેની ચારેકોર પાણી હતું, નદી જેનો ગઢ હતો અને પાણી જેનો કોટ હતો?
જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?”