સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા “મુખ્ય” રાષ્ટના નામાંકિત માણસો જેઓ પાસે “ઇસ્રાએલના લોકો” આવે છે. કેવી ત્રાસજનક તમારી દશા થશે! દુર્ભાગ્ય તમારું!
Cross references
તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું.
તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને ‘લાઈશ’ પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.
ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.
“આમ, મૂખોર્ના અવળા રસ્તા તેમને મૃત્યુના મુખમાં લઇ જાય છે. અને મૂખોર્ની બેદરકારી તેમનો વિનાશ નોઁતરે છે.
એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!
સિયોનમાં પાપીઓ ધ્રૂજે છે, દુષ્ટો થથરે છે, અને પૂછે છે, “આ ભડભડતા અગ્નિમાં આપણામાંથી કોણ રહી શકે? આ સદાય બળતી જવાળામાં આપણામાંથી કોણ બચી શકે?”
એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમપિર્ત હતી, જાણે ફસલની પહેલી ઊપજ. જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી, તેને માથે આફત ઊતરતી.” આ હું યહોવા બોલું છું.
હું વડીલો પાસે તેમની સાથે વાત કરવા જઇશ, કારણ કે તેઓ યહોવા તરફનો માર્ગ જાણે છે અને જેઓ દેવના કાયદા જાણે છે, પણ તે લોકોએ દેવની ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.”
પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.”
યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી, ને તેને હેરાન કરવામાં આવ્યું નથી, તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી, મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે કે જેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની સુગંધ બદલાઇ નથી. “
યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ઊઠો, અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે, તેમના નગરોને દરવાજા કે સળિયા નથી અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’
એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે! જે એક વાર લોકોથી ધમધમતું હતું, દેશવિદેશમાં મહાન ગણાતું હતુ, તે શા માટે વિધવા જેવું થઇ ગયુ? જે શહેરોની મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?
હે સમરૂન પર્વત પર રહેતી બાશાનની તંદુરસ્ત ગાયો, તમે કે જે ગરીબોને હેરાન કરો છો અને દુર્બળોને સતાવો છો, તમે કે જે તમારા પતિને કહો છો, “ચાલો આપણે પીએ.” તમે આ વચનો સાંભળો.
જેઓ સમરૂનના દેવોના નામે પ્રતિજ્ઞા કરે છે. ‘તેઓ હે દાન, તારા દેવના નામે વચન આપું છું ‘, એમ કહીને પ્રતિજ્ઞા લે છે. તેઓ બધા ઢળી પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”
પણ મારા લોકોમાંના બધા પાપીઓ, જેઓ એમ કહે છે કે, ‘અમને કોઇ આફત સ્પશીર્ શકે એમ નથી કે અમારી સામે આવી શકે એમ નથી.’ તેઓ તરવારથી નાશ પામશે.”
મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇસ્રાએલ દેશના શાસકો, હવે આ શું તમારા માટે ન્યાયને જાણવાની જગ્યા નથી?
“જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
“પણ હે ધનવાનો, તમને અફસોસ છે, કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે.
તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’
દેવે સત્યના વચન દ્ધારા આપણને જીવન આપવા નિશ્ચય કર્યો છે. જગતમાં જે તેણે બનાવ્યું છે તેમાં આપણને એ બધામાં ખૂબજ મહત્વના બનાવ્યા છે.
તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે.
તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.