Home Bibles ગીતશાસ્ત્ર 95:4 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 95:4 · ગુજરાતી બાઇબલ

તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.

Cross references

અયૂબ 9:5

તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી.

અયૂબ 11:10

તે ધસી જઇને કોઇની પણ ધરપકડ કરે; અને તેનો ન્યાય કરવા તેને ન્યાયાલયમાં ઊભો કરી દે તો તેમ કરતાં તેમને કોણ અટકાવી શકે?

ગીતશાસ્ત્ર 21:2

કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.

ગીતશાસ્ત્ર 65:6

દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં. તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.

ગીતશાસ્ત્ર 71:20

ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો .

ગીતશાસ્ત્ર 97:5

પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.

ગીતશાસ્ત્ર 135:6

આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.

મીખાહ 1:4

તેમના પગ તળે, પર્વતો અગ્નિ આગળ મીણની જેમ ઓગળે છે અને ઢોળાવ વાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે.

નાહૂમ 1:5

તેમને કારણે પર્વતો ધ્રુજે છે. ને ડુંગરો ઓગળી જાય છે. તેમની સામે પૃથ્વી ધ્રુજે છે, દુનિયા અને તેમાં વસતા બધા જીવો હાલી ઊઠે છે.

હબાક્કુક 3:6

તે ઊભા થાય છે અને પૃથ્વીને હલાવે છે, તેની નજરથી લોકોને વિખેરી નાખે છે, પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે, પ્રાચીન ટેકરીઓ નમી જાય છે, તેઓ હંમેશા આવાજ હતા.

હબાક્કુક 3:10

થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો, મૂશળધાર વરસે છે વરસાદ, અને સાગર કરે છે ઘોર ગર્જના, ને હેલે ચડે છે તેના મોજા કેવા!

Interlinear

Choose Theme