Home Bibles ગીતશાસ્ત્ર 135:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 135:6 · ગુજરાતી બાઇબલ

આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.

Cross references

અયૂબ 42:2

“હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે. તને કોઇ અટકાવી શકે તેમ નથી.

ગીતશાસ્ત્ર 33:9

કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ; અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.

ગીતશાસ્ત્ર 33:11

યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે. તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.

ગીતશાસ્ત્ર 115:3

કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.

ગીતશાસ્ત્ર 136:13

તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

યશાયા 46:10

”ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું.

દારિયેલ 4:32

અને તને માણસોમાંથી હાંકી મૂકવામાં આવશે. અને તારે વગડાના પશુઓ ભેગા રહેવું પડશે અને તારે બળદની જેમ ઘાસ ખાવું પડશે. આમને આમ સાત વર્ષ વીતી જશે. આખરે તને સમજાશે કે, સૌથી ઉંચો દેવ તે છે જે લોકોના રાજ્યો ઉપર શાસન કરે છે અને જેને પસંદ કરે, તેનેે જે આપવું હોય તે તેને આપે છે.”

દારિયેલ 4:35

પૃથ્વી પરના સર્વ માણસો તેની સામે કોઇ વિસાતમાં નથી. તેમને જે ઠીક લાગે તેમ કરે છે, તેજ તે સ્વર્ગમાં તેમજ અહીં પૃથ્વી પરના નિવાસીઓમાં કરે છે. તેમના હાથને કોઇ રોકી શકતું નથી. તેમને કોઇ પ્રશ્ર્ન કરી શકતું નથી કે, તમે આ શું કર્યું?

આમોસ 4:13

હાં તું તારી જાતને તૈયાર કર, જેને તું મળવાનો છે તે પર્વતોને બનાવનાર, વાયુનો સર્જનહાર છે. એ જ છે જે મનુષ્ય શું વિચારે છે તે પ્રગટ કરે છે. તે એ જ છે જે પ્રભાતને અંધકારમાં ફેરવી નાખે છે અને દુનિયાની ઉંચાઇ પર ચાલે છે. તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.

આમોસ 9:6

એ યહોવા છે કે તેનું ઘર આકાશમાં બાંધે છે અને તેના ઘુમ્મટનો પાયો પૃથ્વી ઉપર નાખે છે, તે સમુદ્રના પાણીને બોલાવીને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે. તેનું નામ યહોવા છે.

માથ્થી 8:26

ઈસુએ કહ્યું કે, ‘તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો.

માથ્થી 14:25

સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો.

માથ્થી 28:18

ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.

Interlinear

Choose Theme