Home Bibles ગીતશાસ્ત્ર 88:14 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 88:14 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, તમે મને તજો છો શા માટે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?

Cross references

અયૂબ 13:24

શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો? શા માટે તમે મારી સાથે તમારા દુશ્મન જેવું વર્તન કરો છો?

ગીતશાસ્ત્ર 5:4

હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી; તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.

ગીતશાસ્ત્ર 13:1

હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?

ગીતશાસ્ત્ર 43:2

કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો. તમે મને શા માટે તજી દીધો? દુશ્મનોની ક્રૂરતાને લીધે હું શોક કરતો ફરૂં છું.

ગીતશાસ્ત્ર 44:9

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.

ગીતશાસ્ત્ર 44:24

તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?

ગીતશાસ્ત્ર 69:17

તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.

ગીતશાસ્ત્ર 77:7

“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?

માથ્થી 27:46

લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજ સાથે બૂમ પાડી કે “એલી, એલી, લમા શબક્થની?” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો છોડી દીધો?”

Interlinear

Choose Theme