Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 87 · ગુજરાતી બાઇબલ ||

ગીતશાસ્ત્ર

Chapter 87

ગુજરાતી બાઇબલ
1તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે. 2યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે. 3હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે. 4જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે. 5વળી સિયોન વિષે કહેવાશે કે: “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.” દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી. 6યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે. 7વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”

Choose Theme