Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 86:7 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 86:7 · ગુજરાતી બાઇબલ

મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ, ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.

Cross references

ગીતશાસ્ત્ર 17:6

હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો અને તેનો જવાબ આપો.

ગીતશાસ્ત્ર 18:6

મને મારા સંકટમાં સહાય કરવાં મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી, તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો, અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.

ગીતશાસ્ત્ર 34:4

યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.

ગીતશાસ્ત્ર 50:15

“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

ગીતશાસ્ત્ર 55:16

હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા મારું તારણ કરશે.

ગીતશાસ્ત્ર 77:1

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો; મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.

ગીતશાસ્ત્ર 91:15

તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ; સંકટમાં હું તેની સાથે રહીશ અને તેને છોડાવીને સન્માનીશ.

ગીતશાસ્ત્ર 142:1

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.

ગીતશાસ્ત્ર 142:3

હું બેહોશ થવાનો હોઉં, ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ; જે રસ્તે હું ચાલું છું; તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

યશાયા 26:16

હે યહોવા, તેઓના દુ:ખમાં તેઓએ તમારી શોધ કરી, જ્યારે તમે તેઓને શિક્ષા કરી ત્યારે તેઓએ તમને પ્રાર્થના કરી.

યર્મિયાનો વિલાપ 3:55

હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો.

યૂના 2:2

તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો.

લૂક 22:44

ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો.

Interlinear

Choose Theme