Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 86:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 86:6 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.

Cross references

નહેમ્યા 1:11

હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”

ગીતશાસ્ત્ર 5:1

હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને જરા મારા ચિંતન પર લક્ષ રાખો.

ગીતશાસ્ત્ર 17:1

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની મારી પ્રાર્થના પર ધ્યાન આપો; કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ, જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.

ગીતશાસ્ત્ર 55:1

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.

ગીતશાસ્ત્ર 130:2

હે યહોવા, મારી હાકલ સાંભળ; અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.

Interlinear

Choose Theme