પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું, તમારા લોક તથા ચારાના ઘેટાઁ પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.
Cross references
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
હું તારંુ નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ; પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.
હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો! મૂખોર્ આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
કારણ તે આપણા દેવ છે, આપણે તેના ચારાના લોક અને તેના હાથના ઘેટાં છીએ. આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”