Home Bibles ગીતશાસ્ત્ર 45:17 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 45:17 · ગુજરાતી બાઇબલ

હું તારંુ નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ; પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

Cross references

ગીતશાસ્ત્ર 22:30

યહોવાનાં અદ્ભુત કમોર્ વિષે આવતી પેઢી પણ સાંભળશે, અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.

ગીતશાસ્ત્ર 72:17

તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે; અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે; તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે; તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.

ગીતશાસ્ત્ર 138:4

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે; તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.

ગીતશાસ્ત્ર 145:4

પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.

સભાશિક્ષક 6:9

પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે; પોતાની માતાની એકની એક, અને પિતાની વહાલી. યરૂશાલેમની દીકરીઓ તારી સામે જુએ છે અને તને ધન્યવાદ આપે છે; રાણીઓ અને ઉપપત્નીઓ તારી પ્રશંસા કરે છે.

યશાયા 59:21

યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”

યશાયા 61:9

તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”

યશાયા 62:3

તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ, તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે.

માલાખી 1:11

“મારું નામ પૂર્વથી પશ્ચિમ સુધી મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. કારણકે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, સર્વ પ્રજાઓમાં મારા નામનો મહિમા છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

માથ્થી 26:13

હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.”

1 કરિંથીઓને 11:26

દરેક વખતે જ્યારે તમે આ રોટલી ખાવ અને આ પ્યાલામાંથી પીઓ ત્યારે પ્રભુનું પુનરાગમન થાય ત્યાં સુધી તેના મૃત્યુનો પ્રચાર કરો.

Interlinear

Choose Theme