Home Bibles ગીતશાસ્ત્ર 69:22 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 69:22 · ગુજરાતી બાઇબલ

ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને, અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.

Cross references

પુનર્નિયમ 28:17

તમાંરા ટોપલાઓ અને ભોજનના થાળ ઉપર ખોરાકની દુર્લભતાનો શ્રાપ ઊતરશે.

નીતિવચનો 1:32

“આમ, મૂખોર્ના અવળા રસ્તા તેમને મૃત્યુના મુખમાં લઇ જાય છે. અને મૂખોર્ની બેદરકારી તેમનો વિનાશ નોઁતરે છે.

યશાયા 8:14

તમારે માટે પવિત્રસ્થાન હોવા છતાં એ લોકો માટે હું એવા પથરારૂપ થઇ પડીશ જેની સાથે તેઓ ભટકાય; એની સાથે જ ઇસ્રાએલના, યહૂદાના અને યરૂશાલેમના લોકો અથડાશે અને એના ઉપર જ ઠોકર ખાશે, એ લોકોને માટે હું ફાંસલા અને જાળ જેવો બની રહીશ.

માલાખી 2:2

જો તમે તમારા માગોર્ નહિ બદલો અને મારા નામને મહિમા નહિ આપો તો હું તમને ભયંકર શિક્ષા મોકલીશ. હું તમને આશીર્વાદોને બદલે શાપ આપીશ. મેં તમને શાપ આપી જ દીધો છે, કારણકે મારી વાત તમે ધ્યાન પર લેતા નથી.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

રોમનોને પત્ર 11:8

શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:“દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” યશાયા 29:10“દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ, અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ. અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” પુર્નનિયમ 29:4

1 થેસ્સલોનિકીઓને 5:3

લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.

1 પિતરનો પત્ર 2:8

અવિશ્વાસીઓ માટે, તે છે: “તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે, એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14 લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.

Interlinear

Choose Theme