Home Bibles ગીતશાસ્ત્ર 67:2 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 67:2 · ગુજરાતી બાઇબલ

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માગોર્ વિષે ભલે શીખે. ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.

Cross references

એસ્તેર 8:15

જ્યારે મોર્દખાય રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે સફેદ અને ભૂરા રંગના વસ્રો માથે મોટો સોનાનો મુગટ અને ઝીણા શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેર્યા હતાં. આખા સૂસા શહેરે આનંદથી ઉજવણી કરી.

ગીતશાસ્ત્ર 4:7

હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.

ગીતશાસ્ત્ર 41:5

મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેનુંં નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”

ગીતશાસ્ત્ર 43:5

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે? તું શા માટે બેચેન છે ? દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ તથા મારા દેવ છે હજી હું તેની કૃપા અને મદદ માટે પ્રાર્થના કરીશ.

ગીતશાસ્ત્ર 66:1

હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.

ગીતશાસ્ત્ર 98:2

યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે, તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.

ગીતશાસ્ત્ર 117:2

કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે; યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ; યહોવાની સ્તુતિ હો.

યશાયા 49:6

“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત તું વધારે કામ કરીશ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”

યશાયા 52:10

સર્વ પ્રજાઓનાં દેખતાં યહોવાએ પોતાનો પવિત્ર ભુજ લંબાવ્યો છે, પૃથ્વી પરની દરેક વ્યકિત આપણા દેવનું તારણ જોશે.

દારિયેલ 9:17

માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો.

ઝખાર્યા 8:20

સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે, “અન્ય લોકો અને મહાનગરોના વતનીઓ પણ યરૂશાલેમ આવશે.

માથ્થી 28:19

તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો.

લૂક 2:30

કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.

લૂક 3:6

પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!”‘ યશાયા 40:3-5

પ્રેરિતોનાં ક્રત્યો 9:31

ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:10

અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 18:25

અપોલોસને પ્રભુ વિષે શીખવવામાં આવ્યું હતું. અપોલોસ જ્યારે લોકોને પ્રભુ વિષે કહેતો ત્યારે તે હંમેશા ઉત્સાહી હતો. અપોલોસને પ્રભુ વિષે જે શીખવવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ ફક્ત બાપ્તિસ્મા જે અપોલોસ જાણતો તે યોહાને શીખવેલું બાપ્તિસ્મા હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 22:4

જે લોકો ઈસુના માર્ગને અનુસરતા હતા. તેઓને મેં સતાવ્યા હતા. મારા કારણે તેઓમાંના કેટલાકની હત્યા પણ થઈ હતી. મેં પુરુંષો અને સ્ત્રીઓને પકડ્યા અને મેં તેઓને કારાવાસમાં નાખ્યા હતા.

તિતસનં પત્ર 2:11

આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે.

Interlinear

Choose Theme