Home Bibles ગીતશાસ્ત્ર 66:1 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 66:1 · ગુજરાતી બાઇબલ

હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.

Cross references

1 કાળવ્રત્તાંત 15:28

આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.

1 કાળવ્રત્તાંત 16:23

સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો, દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ.

ગીતશાસ્ત્ર 68:33

પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા, એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 81:1

દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ, યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.

ગીતશાસ્ત્ર 95:1

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.

ગીતશાસ્ત્ર 96:1

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ! સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.

ગીતશાસ્ત્ર 98:4

હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.

ગીતશાસ્ત્ર 100:1

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!

ગીતશાસ્ત્ર 117:1

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 150:6

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો, તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

યશાયા 24:16

પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ” તેમ સાંભળીશું પણ અફસોસ! “હું તો ક્ષીણ થતો જઉં છું, મારા માટે કોઇ આશા નથી. દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.

Interlinear

Choose Theme