Home Bibles ગીતશાસ્ત્ર 100:1 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 100:1 · ગુજરાતી બાઇબલ

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!

Cross references

પુનર્નિયમ 32:43

3ઓ દેશજાતિઓ, દેવના લોકોનો જયનાદ કરો; તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, કરશે સજા તે પોતાના દુશ્મનોને, ને કરશે પાવન પોતાના લોકોના દેશને.”

ગીતશાસ્ત્ર 32:11

હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ . હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 47:1

આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.

ગીતશાસ્ત્ર 47:5

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.

ગીતશાસ્ત્ર 66:1

હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.

ગીતશાસ્ત્ર 66:4

આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

ગીતશાસ્ત્ર 67:4

પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.

ગીતશાસ્ત્ર 68:32

હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ, અને યહોવાનું સ્તવન કરો.

ગીતશાસ્ત્ર 95:1

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.

ગીતશાસ્ત્ર 98:4

હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.

ગીતશાસ્ત્ર 117:1

પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 145:1

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ! હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!

યશાયા 24:14

પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે. તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.

યશાયા 42:10

યહોવા સમક્ષ નવું ગીત ગાઓ: સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો! હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો, હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ, તેની સ્તુતિ ગાઓ!

સફન્યા 3:14

ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર! ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર! યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!

ઝખાર્યા 14:9

પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે.

લૂક 19:37

ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી.

રોમનોને પત્ર 15:10

શાસ્ત્ર તો આમ પણ કહે છે:“દેવના માણસોની સાથે સાથે સૌ બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” પુર્નનિયમ 32:43

Interlinear

Choose Theme