Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 59:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 59:6 · ગુજરાતી બાઇબલ

તેઓ સંધ્યાકાળે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; નગરની આસપાસ ફેરા ખાય છે.

Cross references

1 શમુએલ 19:11

દાઉદના ઘર પર નજર રાખવા સારુ શાઉલે સૈનિકો મોકલ્યા અને તેઓને જણાવ્યું કે સવારે દાઉદ ઘરની બહાર નીકળે કે તરત તેને માંરી નાખવો. પરંતુ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો આજે રાત્રે તું નાસી નહિ જાય તો કાલે સવારે નણ્ી તું મૃત્યુ પામશે.”

નહેમ્યા 13:29

હે મારા દેવ, યાદ કર કે તે લોકોએ યાજકો તથા લેવીઓનો કરારનો ભંગ કરીને યાજકપદને કલંકિત કર્યુ છે,

ગીતશાસ્ત્ર 22:16

કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 59:14

સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે, અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.

Interlinear

Choose Theme