Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 54:4 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 54:4 · ગુજરાતી બાઇબલ

યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.

Cross references

1 કાળવ્રત્તાંત 12:18

તે જ વખતે દેવના આત્માએ’ત્રીસ વીરો’ ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ, હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ, તારો જય હો! તારા સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.

ગીતશાસ્ત્ર 17:1

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની મારી પ્રાર્થના પર ધ્યાન આપો; કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ, જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.

ગીતશાસ્ત્ર 41:12

હું નિદોર્ષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો. તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.

ગીતશાસ્ત્ર 118:6

યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?

ગીતશાસ્ત્ર 118:13

ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી.

યશાયા 41:10

તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.

યશાયા 42:1

યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, એ મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.

યશાયા 50:7

પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.

રોમનોને પત્ર 8:31

તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.

હિબ્રૂઓને પત્ર 13:6

તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?” ગીતશાસ્ત્ર 118:6

Interlinear

Choose Theme