યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
Cross references
આ સાંભળીને શાઉલ અને તેના માંણસો ભયથી થથરી ગયા.લડવા જતો દાઉદ
યહોવાએ મને સિંહોના અને રીછોના પંજામાંથી બચાવ્યા છે, તે જ મને આ પલિસ્તીઓના પંજામાંથી પણ બચાવશે.”આખરે શાઉલ સંમત થયો અને કહ્યું, “જા, ભલે જા, યહોવા તારું રક્ષણ કરો.”
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
સૈન્યોના યહોવા આપણી સાથે છે, યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે. અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી, પછી માણસ મને શું કરનાર છે?
હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
કરણ શાંત અને સ્થિર રહે છે; તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”
પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે. તે પરાક્રમી તથા ભયાવહ છે. મારા જુલમગારો ઠોકર ખાશે, તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે; તેઓ બધી રીતે અપમાનિત થશે અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.
હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.
તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?” ગીતશાસ્ત્ર 118:6