તેમણે આપણા દેવનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે; અને યહોવા પર ભરોસો રાખશે.
Cross references
સંકટના સમયે તેઓ ખરેખર મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે. અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
યહોવાના નૂતન ગીતો ગાઓ; વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
જે લોકો મને નિદોર્ષ ઠરાવવા માંગતા હોય તેઓ હર્ષ મનાવે અને સુખી થાય. તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે! તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”
યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે. યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,
ત્યારે લોકોને દેવનો ભય લાગશે. અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે અને દેવનાં અદ્ભૂત કાર્યો વિષે બીજાઓને શીખવશે.
હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે. મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો. કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.
મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ, તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.
ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું: ‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો. તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો.
પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.
અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:“તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.
તે લોકોએ રાજ્યાસનની આગળ અને ચાર પ્રાણીઓની અને વડીલોની આગળ એક નવું ગીત ગાયું. તે નવું ગીત ગાઈ શકે તેવા ફક્ત 1,44,000 લોકો હતા. જેઓનો પૃથ્વી પરથી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજું કોઈ તે ગીત ગાઇ શક્યું નહિ.