Home Bibles ગીતશાસ્ત્ર 142:7 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 142:7 · ગુજરાતી બાઇબલ

મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

Cross references

ગીતશાસ્ત્ર 7:6

હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.

ગીતશાસ્ત્ર 9:3

જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

ગીતશાસ્ત્ર 9:14

જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”

ગીતશાસ્ત્ર 13:6

યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ, કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.

ગીતશાસ્ત્ર 22:21

મને સિંહોના જડબામાંથી બચાવો. તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.

ગીતશાસ્ત્ર 31:8

તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.

ગીતશાસ્ત્ર 34:2

મારો આત્મા યહોવાની મોટાઇ કરશે. આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.

ગીતશાસ્ત્ર 38:20

ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

ગીતશાસ્ત્ર 88:4

હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું, અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.

ગીતશાસ્ત્ર 107:41

ખોમાંથી બહાર કાઢયા અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.

ગીતશાસ્ત્ર 116:7

હે મારા આત્મા, વિશ્રામ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.

ગીતશાસ્ત્ર 119:17

મને તમારા સેવકને બદલો આપો; જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.

ગીતશાસ્ત્ર 119:74

તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે; કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.

ગીતશાસ્ત્ર 142:1

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.

ગીતશાસ્ત્ર 143:9

મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.

ગીતશાસ્ત્ર 143:11

હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.

ગીતશાસ્ત્ર 146:7

તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે.

યશાયા 61:1

યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 2:24

ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો.મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ.

યાકૂબનો 5:11

જેઓએ ધીરજ રાખી છે તે લોકોનો ધન્ય છે. તેઓ અત્યારે સુખી છે. અયૂબની ધીરજ વિષે તમે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.

Interlinear

Choose Theme