Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 35:23 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 35:23 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ. મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.

Cross references

ગીતશાસ્ત્ર 7:6

હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.

ગીતશાસ્ત્ર 7:7

હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો. તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.

ગીતશાસ્ત્ર 7:9

હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો. ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો, કારણ કે તમે ન્યાયી દેવ છો, અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

ગીતશાસ્ત્ર 44:23

હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.

ગીતશાસ્ત્ર 44:24

તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?

ગીતશાસ્ત્ર 59:4

જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.

ગીતશાસ્ત્ર 74:22

હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો! મૂખોર્ આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.

ગીતશાસ્ત્ર 80:2

એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો! અમને તારવાને આવ.

ગીતશાસ્ત્ર 89:26

તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.

ગીતશાસ્ત્ર 119:154

મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

ગીતશાસ્ત્ર 142:5

હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું, “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો. આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”

યશાયા 51:9

હે યહોવાના બાહુ, જાગૃત થાઓ! ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં, સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો. જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા, અને જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?

યર્મિયાનો વિલાપ 3:59

હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.

યોહાન 20:28

થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”

Interlinear

Choose Theme