Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 17:5 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 17:5 · ગુજરાતી બાઇબલ

મારા પગલાં તમારા માગોર્માં સ્થિર રહ્યાં છે, અને મારો પગ કદી લપસ્યો નથી.

Cross references

1 શમુએલ 2:9

યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.

અયૂબ 23:11

હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.

ગીતશાસ્ત્ર 18:36

તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે, જેથી મારા પગ કદી લપસ્યાં નથી.

ગીતશાસ્ત્ર 18:37

હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.

ગીતશાસ્ત્ર 38:16

મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.

ગીતશાસ્ત્ર 44:18

અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી, અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.

ગીતશાસ્ત્ર 94:18

જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.

ગીતશાસ્ત્ર 119:116

તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું. મારી આશાઓને નિરાશ ન કરો.

ગીતશાસ્ત્ર 119:133

હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો. કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.

ગીતશાસ્ત્ર 121:3

તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ. તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.

ગીતશાસ્ત્ર 121:7

યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.

ચર્મિયા 10:23

હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી. તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.

Interlinear

Choose Theme