ગીતશાસ્ત્ર 38:16 · ગુજરાતી બાઇબલ
મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.
Cross references
પુનર્નિયમ 32:35
હું બદલો લઇશ, હું તેમના દુશ્મનોને સજા કરીશ; તેનાં દુશ્મનો લપસી પડશે, તેમના વિનાશનો દિવસ નજીક છે.’
ગીતશાસ્ત્ર 13:3
હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
ગીતશાસ્ત્ર 35:24
હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો. મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
ગીતશાસ્ત્ર 94:18
જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.