Home Bibles ગીતશાસ્ત્ર 16 · ગુજરાતી બાઇબલ ||

ગીતશાસ્ત્ર

Chapter 16

ગુજરાતી બાઇબલ
1હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ. 2મે યહોવાને કહ્યુ છે, “તમે મારા માલિક છો. મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે. 3પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે, એવાં સ્રી પુરુષના સંગમાંજ મને આનંદ મળે છે. 4જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે. હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ. હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ. 5યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો ! 6આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે. 7મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું. રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે. 8મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી. 9તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે. અને મારો આત્મા પણ ખુશ છે; તેથી મારું શરીર સુરક્ષિત રહેશે. 10કારણ, તમે મારો આત્મા, શેઓલને સોંપશો નહિ. તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ. 11તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માગેર્ મારે જવું. તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે. તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.

Choose Theme