હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
Cross references
અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો.
તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા વાદળા સાથે નીચે ઉતર્યા.
તેકરૂબ પર ચડીને ઊડતા હતાં. અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.
જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે; અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો! જેથી પર્વતો તમારી હાજરીમાં કંપી ઊઠે!
યહોવા ગુસ્સે થવામાં ધીમા છે. તેમની પાસે મહાન શકિત છે. અને તે ચોક્કસપણે ગુનેગારોને દંડ્યા વગર જવા દેતા નથી. પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં થઇને યહોવાનો માર્ગ જાય છે. વાદળો તેના પગની રજ છે.
દેવ તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે. તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે; તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા.