યહોવા ગુસ્સે થવામાં ધીમા છે. તેમની પાસે મહાન શકિત છે. અને તે ચોક્કસપણે ગુનેગારોને દંડ્યા વગર જવા દેતા નથી. પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં થઇને યહોવાનો માર્ગ જાય છે. વાદળો તેના પગની રજ છે.
Cross references
પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.
ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું.
તમે કહ્યું હતું કે, ‘હું યહોવા એકદમ ગુસ્સે થતો નથી, હું મહાન પ્રેમ અને વિશ્વાસ દર્શાવું છું, અને પાપ તથા અપરાધોની માંફી આપું છું તેમ છતાં પાપીઓના પાપની સજા ત્રીજી અને ચોથી પેઢીનાં બાળકો સુધી કરવાનું હું ચુકતો નથી.’ એ હવે સાચું પુરવાર કરો.
“આ દશ આજ્ઞાઓ તમાંરા સમગ્ર સમુદાયને યહોવાએ તે પર્વત ઉપર અગ્નિ તથા ગાઢ વાદળમાંથી મોટા સાદે સંભળાવી હતી. એ પછી તે કશું બોલ્યા ન્હોતા અને તેમણે એ આજ્ઞાઓ મને પથ્થરની બે તકતીઓ ઉપર લખીને આપી હતી.
યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા.
તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઇને તેમણે તારૂં કહ્યું કરવાની ના પાડી. તેઓ અક્કડ થઇ ગયાં અને તેમણે મિસર જઇ ફરી ગુલામી સ્વીકારવાનો વિચાર સુદ્ધાં કર્યો. પણ તું તો ક્ષમાશીલ, દયાળુ અને પ્રેમાળ દેવ છે; તું ઝટ ક્રોધ કરતો નથી. તારી કરૂણાનો પાર નથી; તેથી તેં તેમનો ત્યાગ ન કર્યો.
તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.
તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ, એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ.
પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા, અને હલવા લાગ્યા. પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.
આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.
દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે: “સાર્મથ્ય દેવ પાસે છે.”
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
તેની આસપાસ મેઘ ને અંધકાર છે; ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે. તે દયા તથા પ્રેમથી ભરપૂર છે, પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
તમારા આકાશી ઘરનો પાયો; તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે; વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;.
યહોવા દયાળુ અને કૃપાળુ છે; તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
આપણા પ્રભુ કેવા મહાન છે! તેમના સાર્મથ્યનો પાર નથી! તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.
યહોવા અગ્નિની જેમ, વાવંટોળ જેવા રથો સાથે પ્રખર રોષથી અને ભભૂકતા ક્રોધાગ્નિથી આઘાત કરવાને આવી રહ્યા છે.
“હજી રાતના હું સંદર્શનમાં જોતો હતો. મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ત્યાં આવતા મેં જોયા. તે વયોવૃદ્ધ પુરુષની નજીક ગયા અને તેમની સમક્ષ હાજર થયાં.
તમારાં વસ્ત્રો નહિ, હૃદયો ચીરી નાખો. તમારા યહોવા દેવ પાસે પાછા ફરો. તે દયાળુ અને કૃપાળુ છે. તે ગુસ્સે થવામાં ધીમો છે અને તેની પાસે અનેરો પ્રેમ છે અને તે ન્યાયના ચુકાદાને લગતો તેનો વિચાર બદલે છે.
તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો.
મરકી જાય છે તેની આગળ આગળ, ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
યહોવા તેઓને દેખાશે, અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે; યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.
ઈસુએ કહ્યું, “હા, હું છું. ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો.”
અને તમે જાણશો કે વિશ્વાસી લોકો માટે દેવની શક્તિ મહાન છે. આ શક્તિ એ મહાન સાર્મથ્ય છે.
મારા વહાલા ભાઈઓ અને બહેનો, હંમેશા બોલવામાં ધીમા રહો. કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળવા આતુર રહો. સહેલાઇથી ગુસ્સે ના થાઓ.
જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યોછે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે.હા, આ બનશે જ! આમીન.