Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 135:12 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 135:12 · ગુજરાતી બાઇબલ

તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.

Cross references

ગણના 33:54

વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.

પુનર્નિયમ 29:8

અને આપણે તેમનો દેશ કબજે કરી લીધો, અને રૂબેન વંશના, ગાદના વંશના તથા મનાશ્શાના અડધા વંશને તેણે વહેંચી આપ્યો.

યહોશુઆ 11:23

જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.

યહોશુઆ 12:7

યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો.

ગીતશાસ્ત્ર 44:1

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.

ગીતશાસ્ત્ર 78:55

અને તેમણે અન્ય રાષ્ટોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા. ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.

ગીતશાસ્ત્ર 136:21

જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Interlinear

Choose Theme