Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 119:84 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:84 · ગુજરાતી બાઇબલ

કેટલા દિવસ છે તારા સેવકના? તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?

Cross references

અયૂબ 7:6

મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે, અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.

ગીતશાસ્ત્ર 7:6

હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.

ગીતશાસ્ત્ર 39:4

હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે? મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.

ગીતશાસ્ત્ર 89:47

હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો; શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?

ગીતશાસ્ત્ર 89:48

છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?

ગીતશાસ્ત્ર 90:12

અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.

પ્રકટીકરણ 6:10

આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?”

Interlinear

Choose Theme