Home Bibles ગીતશાસ્ત્ર 119:20 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:20 · ગુજરાતી બાઇબલ

મારું હૃદય તમારા ન્યાયવચનો માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.

Cross references

અયૂબ 23:11

હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.

અયૂબ 27:10

તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી. તે સર્વશકિતમાનથી આનંદ માનશે.

ગીતશાસ્ત્ર 42:1

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.

ગીતશાસ્ત્ર 63:1

હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો? જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ; તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે! ને દેહ તલપે છે.

ગીતશાસ્ત્ર 84:2

તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.

ગીતશાસ્ત્ર 106:3

ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.

ગીતશાસ્ત્ર 119:40

તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

ગીતશાસ્ત્ર 119:131

તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે; હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.

ગીતશાસ્ત્ર 119:174

હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું; તમારો નિયમ એ જ મારો આનંદ છે.

નીતિવચનો 13:12

આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.

નીતિવચનો 17:17

મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, ખરો ભાઇ મુશ્કેલીઓને વહેંચી લેવાજ જન્મ્યો હોય છે.

સભાશિક્ષક 5:8

હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.

પ્રકટીકરણ 3:15

“તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય!

Interlinear

Choose Theme