મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે; તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
Cross references
રાજાએ દેવના માંણસને કાલાવાલા કર્યા, “મેહરબાની કરીને તમાંરા યહોવા દેવને કહો કે, માંરો હાથ ફરીથી સાજો કરી આપે.”તેથી દેવના માંણસે દેવને પ્રાર્થના કરી, એટલે રાજાનો હાથ પહેલા હતો તેવો થઈ ગયો.
તું નિરાંતે સૂઇ શકશે અને તને કોઇ હેરાન કરશે નહિ. અને ઘણા લોકો તારી પાસે મદદ માગવા આવશે.
એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા, હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો; કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે; તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે મારું તારણ મારા પર આવો.
હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે, મારા માટે સારું જ કર્યુ છે.
તમારા વચન પ્રમાણે તમારા સેવકને તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા, મને ઉત્તર આપ; હું તમારા નિયમોનું પાલન કરીશ.
મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે, હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, હું તમારો આભાર માનીશ અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી; તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે. અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે, તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!
આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ.