હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે, મારા માટે સારું જ કર્યુ છે.
Cross references
પરંતુ આ પ્રમાણે દાન કરનાર હું કે મારી પ્રજા કોણ? કારણકે સર્વસ્વ તમારું જ છે. અને તમારા તરફથી જ મળેલું છે જે અમે તમને આપીએ છીએ.
યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ, કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો !
તમે તમારા તારણની ઢાલ મને છે, તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે, અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું; મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
હે મારા આત્મા, વિશ્રામ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
મને તમારા સેવકને બદલો આપો; જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.