મેં મારા માગોર્ પ્રગટ કર્યા; અને તેઁ મને ઉત્તર આપ્યો; મને તારા વિધિઓ શીખવ.
Cross references
તો તમે આકાશમાંથી સાંભળજો, તમાંરા સેવકોને તમે માંફ કરજો, તેઓને જીવવા માંટેનો સાચો માંર્ગ શીખવજો અને તમાંરા લોકોને તમે આપેલી ભૂમિ પર વરસાદ વરસાવજો.
એલિયાએ કહ્યું, “હું સર્વસમર્થ દેવ યહોવાને સંપૂર્ણ રીતે સમપિર્ત છું, ઇસ્રાએલના લોકોએ તમાંરા કરારનો ભંગ કર્યો છે, તમાંરી વેદીનો નાશ કર્યો છે અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે. હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા ઈચ્છે છે.”
“ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું અને તે ચોધાર આંસુએ રડી પડયો.
“તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ.
હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માગેર્ દોરે છે, અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું? હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે મને તમે સત્કર્મના સરળ માગેર્ દોરી જાઓ.
પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ. મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો; અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ, તમારા નામનો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.
2યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને મને તમારા વિધિઓ શીખવો.
એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, “હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.