તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા બધાં નિયમો મને શીખવો.
Cross references
યહોવાની તમાંરા પર કૃપાદૃષ્ટિ અને મહેરબાની થાવ.
તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે. અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે. અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે.
દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’
જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે!
દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે. એના જેવો ગુરુ છે કોણ?
એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા. કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ, અમને પ્રકાશ આપો!
હે દેવ, અમને તમે ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
2યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને મને તમારા વિધિઓ શીખવો.
મેં મારા માગોર્ પ્રગટ કર્યા; અને તેઁ મને ઉત્તર આપ્યો; મને તારા વિધિઓ શીખવ.
ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી.
તેઓ તેનો ચહેરો જોશે દેવનું નામ તેઓના કપાળો પર લખેલું હશે.