Home Bibles ગીતશાસ્ત્ર 118:17 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 118:17 · ગુજરાતી બાઇબલ

હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.

Cross references

ગીતશાસ્ત્ર 6:5

મૃત લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

ગીતશાસ્ત્ર 40:5

હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

ગીતશાસ્ત્ર 40:10

મેં કયારેય તમારી નિષ્પક્ષતાને મારા હૃદયમાં છુપાવી નથી. મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા અને તારણ વિષે જાહેરાત કરી છે.

ગીતશાસ્ત્ર 71:17

હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.

ગીતશાસ્ત્ર 73:28

પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે! મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

ગીતશાસ્ત્ર 107:22

તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો. યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

ગીતશાસ્ત્ર 119:13

મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.

ગીતશાસ્ત્ર 145:4

પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.

યશાયા 38:16

હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે. હું કેવળ તારે માટે જ જીવીશ. તેં મને સાજો કર્યો છે અને જીવવા દીધો છે.

ચર્મિયા 51:10

યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.

હબાક્કુક 1:12

“હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ, તું અનાદિ અને અમર છે. અમે માર્યા જવાના નથી, તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે. અને હે મારા યહોવા, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.

યોહાન 11:4

જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.”

રોમનોને પત્ર 14:7

હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી.

Interlinear

Choose Theme