Home Bibles ગીતશાસ્ત્ર 116:2 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 116:2 · ગુજરાતી બાઇબલ

તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે; માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.

Cross references

અયૂબ 27:10

તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી. તે સર્વશકિતમાનથી આનંદ માનશે.

ગીતશાસ્ત્ર 28:6

યહોવાની સ્તુતિ થાઓ, કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.

ગીતશાસ્ત્ર 31:2

હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો.

ગીતશાસ્ત્ર 31:3

દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારા નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો. અને તે પર ચલાવો.

ગીતશાસ્ત્ર 40:1

મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ, તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.

ગીતશાસ્ત્ર 55:16

હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા મારું તારણ કરશે.

ગીતશાસ્ત્ર 86:6

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.

ગીતશાસ્ત્ર 88:1

હે યહોવા, મારા તારણના દેવ, મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.

ગીતશાસ્ત્ર 145:18

જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.

યૂના 2:3

કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો, પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.

લૂક 18:1

પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો:

ફિલિપ્પીઓને પત્ર 4:6

કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.

કલોસ્સીઓને પત્ર 4:2

પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો.

Interlinear

Choose Theme