હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો, તે તમારા મદદગાર અને ઢાલ છે.
Cross references
હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ. તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો. હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે; અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
કારણ તેના ભકતો પરની તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી, “તેમની કૃપા સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
પણ જેઓ તેમનો ભય રાખે છે; ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે; તેથી યહોવા ખુશ રહે છે.
યહોવાનાં ભયમાં ઢ વિશ્વાસ સમાયેલો છે. તેનાં સંતાનને તે આશ્રય આપે છે.
દેવનું પ્રત્યેક વચન પરખેલું છે; જેઓ તેમનામાં આશ્રય શોધે છે તેમના માટે તે ઢાલ છે.
અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી.
પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો. તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”