Home Bibles ગીતશાસ્ત્ર 107:27 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 107:27 · ગુજરાતી બાઇબલ

તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે; અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

Cross references

અયૂબ 12:25

ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”

અયૂબ 37:20

હું દેવને કહીશ નહિ કે મારી ઇચ્છા તેની સાથે બોલવાની હતી. એતો પોતેજ પોતાનો વિનાશ માગવા જેવું થશે.

યશાયા 19:3

મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.”

યશાયા 19:14

યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે.

યશાયા 24:20

પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે, તોફાનમાં ફસાયેલા તંબુની જેમ ઝોલા ખાશે, પૃથ્વીના પાપનો ભાર વધી ગયો છે, તેનું એવું પતન થશે કે પછીથી તે ફરીથી ઊઠી શકશે નહિ.

યશાયા 29:9

શું તમે વિસ્મિત થઇ અચંબો પામો છો? શું તમે વિશ્વાસ કરી શકતા નથી? તો પછી આગળ વધો અને આંધળા થઇ જાઓ! તમે છાકટા થયા છો, પણ દ્રાક્ષારસથી નહિ! તમે લથડિયાં ખાઓ છો પણ દ્રાક્ષારસને લીધે નહિ!

પ્રેરિતોનાં ક્રત્યો 27:15

વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું.

Interlinear

Choose Theme