Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 106:21 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 106:21 · ગુજરાતી બાઇબલ

આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!

Cross references

પુનર્નિયમ 4:34

અથવા તમાંરા દેવ યહોવાની જેમ કોઈએ એક પ્રજાને બીજી પ્રજા પાસેથી પોતાને માંટે લઈ લેવાની હિંમત કરી છે? તેમણે તો મિસરમાં તમાંરે માંટે તમાંરા દેખતાં, પોતાના પ્રચંડ બાહુબળના ચમત્કારો બતાવીને ભયંકર આફતોનો વરસાદ વરસાવ્યો હતો. યુદ્ધો, ચમત્કારો, પરાક્રમો અને ભયાનક કૃત્યો કર્યા હતાં.

પુનર્નિયમ 6:22

તેમણે ભારે પરચાઓ બતાવી મિસરવાસીઓ, ફારુન અને તેમના બધા અમલદારો પર ભયંકર આફતો ઉતારી હતી, એ બધું અમે પ્રત્યક્ષ નજરે નિહાળ્યું છે.

પુનર્નિયમ 7:18

પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.

પુનર્નિયમ 10:21

તમાંરે એમની જ સ્તુતિ કરવી, તે જ તમાંરા દેવ છે. તેમણે તમાંરા માંટે જે મહાન અને અદભૂત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે.

પુનર્નિયમ 32:17

જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં. જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં.

પુનર્નિયમ 32:18

તેઓ તેમના સર્જનહાર, તેમના બળવાન તારણહાર દેવને ભૂલી ગયા અને તેઓ તેમને જન્મઆપનાર દેવને ભૂલી ગયા.

ન્યાયાધીશો 8:34

ઈસ્રાએલીઓ આજુબાજુના શત્રુઓથી તેમને છોડાવનાર તેમના દેવ યહોવાને ભૂલી ગયા.

નહેમ્યા 9:10

તેં ફારુનને અને તેના બધા સેવકોને અને તેની ભૂમિની બધી એંધાણીઓ બતાવીને આશ્ચર્યો ર્સજ્યા. કારણ કે તું જાણતો હતો કે તેઓ અમારા પૂર્વજો કરતા સારી રીતે વર્તતા હતાં અને સારા હતાં, તેઁ તારા નામને પ્રતિષ્ઠિત કર્યુ જે આજ સુધી છે.

ગીતશાસ્ત્ર 74:13

તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.

ગીતશાસ્ત્ર 78:11

તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ, છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.

ગીતશાસ્ત્ર 78:42

તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા, તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.

ગીતશાસ્ત્ર 106:13

તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.

ગીતશાસ્ત્ર 135:9

તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.

યશાયા 12:2

દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.

Interlinear

Choose Theme