Home Bibles ન્યાયાધીશો 8:34 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 8:34 · ગુજરાતી બાઇબલ

ઈસ્રાએલીઓ આજુબાજુના શત્રુઓથી તેમને છોડાવનાર તેમના દેવ યહોવાને ભૂલી ગયા.

Cross references

પુનર્નિયમ 4:9

પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અંાખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો.

ન્યાયાધીશો 3:7

આમ ઈસ્રાએલીઓ દેવની દૃષ્ટિમાં દુષ્ટ પાપી થઈ ગયા. પોતાના દેવ યહોવાને છોડી બઆલ દેવ અને અશેરોથની પૂજા કરવા લાગ્યા.

ગીતશાસ્ત્ર 78:11

તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ, છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.

ગીતશાસ્ત્ર 78:42

તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા, તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.

ગીતશાસ્ત્ર 106:18

આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો, અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.

ગીતશાસ્ત્ર 106:21

આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!

સભાશિક્ષક 12:1

તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વષોર્ અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.

ચર્મિયા 2:32

શું કોઇ કન્યા કદી પોતાનાં ઘરેણાં ભૂલે? કોઇ નવવધૂ પોતાના કમરપટા ભૂલે? તેમ છતાં હે મારી પ્રજા, ગણ્યા ગણાય નહિ એટલા દિવસોથી તું મને ભૂલી ગઇ છે.

હોશિયા 2:15

તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.

Interlinear

Choose Theme